Monday 23 October 2017

The thrilling potential of Sixth Sense technology by Pranav Mistry with Gujarati Subtitles





આપણે મોટા થયીયે છીએ આપણી આસપાસના ભૌતિક પદાર્થો સાથે વ્યવહાર કરી ને. તેવા અગણિત પદાર્થો છે જેને આપણે રોજબરોજના જીવનમાં વાપરીએ છીએ. આપણા મોટાભાગના ગણતરીના સાધનો કરતા આ પદાર્થોને વાપરવામા વધારે મજા પડે છે. તમે જયારે આ પદાર્થો વિશે વાત કરો છો ત્યારે તેની સાથે જોડાયેલી એક બીજી વસ્તુ આપોઆપ સામે આવે છે અને તે છે હાવભાવ: આપણે આ પદાર્થોને કઈ રીતે રેખાંકિત કરીએ છીએ? કઈ રીતે આપણા રોજીંદા જીવનમાં તેમનો ઉપયોગ કરીએ છીએ? આપણે હાવભાવનો ઉપયોગ માત્ર આ પદાર્થો સાથે જ કાર્ય કરવામાં નહિ, પરંતુ પરસ્પર એકબીજા સાથે કાર્ય કરવામાં પણ કરીએ છીએ. નમસ્તે ની મુદ્રા,કદાચ સામેવાળાને માનાર્થે, કે કદાચ -- ભારતમાં કોઇ નાના છોકરાને પણ એ શીખવવુ નથી પડતુ કે આ મુદ્રા એટલે ક્રિકેટના ચાર રન.© એ આપણા રોજબરોજની શિક્ષાનો જ એક ભાગ હોય છે.
એટલે આઠ વર્ષ પહેલા મે મારી શોધ શરુ કરી. અને એ (શોધ) ખરેખર મારા ટેબલ પરના માઊસથી શરુ થઇ. માઊસને મારા કોમ્પ્યુટર માટે વાપરવા ની બદલે, મે એને ખોલી નાખ્યુ. તમારામાંથી મોટાભાગનાને એ ખ્યાલ હશે કે એ સમયમાં,માઊસ અંદર એક બોલ સાથે આવતા'તા. અને સાથે બે રોલરો આવતા'તા. જે ખરેખર કોમ્પ્યુટરને માર્ગદર્શિત કે કરતા'તા, કે બોલ કઈ તરફ જઈ રહ્યો છે. અને, તે મુજબ, માઊસ કઈ તરફ જઈ રહ્યુ છે. એટલે, હું આ બે રોલરોમાં રુચિત થયો. અને ખરેખર હું વધારે રોલરો ચાહતો હતો, એટલે મે મારા મિત્ર પાસેથી બીજુ માઊસ લીધુ -- કયારેય (તેને) પાછુ આપ્યુ નથી- અને હવે મારી પાસે ચાર રોલરો હતા. રસપ્રદ રીતે, મેં આ રોલરો સાથે શું કર્યું છે, કે મે તેમને માઊસમાંથી અલગ કરી દીધા અને પછી એમને એક લાઈનમાં મુકી દીધા. તેમાં કેટલીક દોરીઓ,ગરગડીઓ અને સ્પ્રીંગો હતી. અને મે બનાવ્યુ હાવભાવ મુલક યંત્ર જે વાસ્તવમાં એક (હાથના) સંકેત-સંવેદક યંત્ર તરીકે કાર્ય કરે છે. માત્ર ૧૦૦ રુપીયામાં બનાવ્યું. તો, અહી હુ ભૌતિક દુનીયામાં જે કંઈ પણ હિલચાલ કરુ છુ તે ડીજીટલ દુનીયામાં પ્રતિકૃત થાય છે માત્ર આ નાનુ યંત્ર વાપરીને, જે મેં આજથી આઠ વર્ષ પહેલા બનાવ્યું, સન ૨૦૦૦ માં.
કારણકે મને આ બે (ભૌતિક અને ડીજીટલ) જગતને જોડવામાં રસ હતો, મને સ્ટિકી નોટ્સનો વિચાર આવ્યો. મે વિચાર્યુ, શા માટે હું સામાન્ય યાદગીરી પાનાની જેમ ડીજીટલ નોટમાં ના લખી શકું? મારા મમ્મીને સ્ટિકી નોટ પર લખેલો એક સંદેશ કાગળ પરનો (સંદેશ) એસએમએસ ના રુપમાં આવી શકે, કે પછી મીટીંગ એલાર્મ તરીકે આપમેળે જ મારા ડીજીટલ કેલેન્ડર સાથે કામ કરીને કરવાના કાર્યો ની યાદી જે આપમેળે તમારી સાથે સંકારિત થયી ને કામ કરે. અને તમે ડીજીટલ જગતમાં કઈ પણ શોધી શકો, કે પછી તમે કોઈ પ્રશ્ન લખી શકો, માત્ર બોલીને ડો. સ્મિથનુ સરનામુ શુ છે ? નાની પ્રણાલી ખરેખર તે મુદ્રિત કરી આપે- એટલે તે એક આગત-નિર્ગત પ્રણાલી તરીકે કામ કરે. માત્ર કાગળમાંથી બનેલી (પ્રણાલી).
પણ આ ટેકનોલોજી ને લગતી સૌથી રસપ્રદ બાબત એ છે કે તમે તમારા ડિજિટલ વિશ્વ ને તમારી સાથે લઇ જઇ શકો છો.જ્યાં પણ તમે જાઓ ત્યાં. તમે કોઇ પણ સપાટી નો ઊપયોગ કરવાનું શરુ કરી શકો છો, તમારી આસપાસની કોઇ પણ દિવાલ, એક અંતરપડ તરીકે. કેમેરો હકીકતે તમારા દરેક અંગભાવો ને કેદ કરે છે. તમારા હાથ વડે જે કંઇ પણ તમે કરો છો, એ આ અંગભાવો ને સમજે છે. અને, ખરેખર, જો તમે જુઓ તો, થોડા રંગીન સુચકો છે. કે જે શરુઆત ના ઉપકરણો માં અમે વાપરીએ છીએ. તમે કોઇ પણ દિવાલ પર ચિત્ર બનાવી શકો છો. તમે એક દિવાલ પાસે ઉભા રહી, અને ચિત્ર બનાવવાનુ શરુ કરી શકો. પણ, અમે અહિં ફ્ક્ત એક આંગળી જ નથી કેદ કરતા, પણ અમે તમને છુટ આપીએ છીએ તમારા બંને હાથ નું બધું જ વાપરવાની, જેથી તમે તમારા બંને હાથ વાપરી શકો કોઇ નક્શાના સંકોચન અથવા વિસ્તરણ માટે. ફક્ત ચુટકી ભરીને. કેમેરા ખરેખર - બધા ફોટા લઈને - ફોટાની કલર અને ધારને ઓળખે છે. ઘણી ગણતરીઓ અંદર ચાલતી હોય છે. એટલે વૈજ્ઞાનીક રીતે એ થોડુ જટીલ છે, પરંતુ તેનુ પરિણામ એક અર્થમાં ઘણુ જ સરળ છે.
પરંતુ તમારામાના ઘણા એ દલીલ કરશે કે, આપણે માત્ર ભૌતિક પદાર્થો સાથે જ કામ કરતા નથી. આપણે ઘણુબધુ કાગળકામ કરીએ છીએ. અને એવા બીજા ઘણાએ કામો. તે બાબતમાં શુ? અને તમારા જેવા ઘણા વ્યક્તિઓ આધુનીક ટેબ્લેટ કોમ્પ્યુટરની બાબતમાં ઉત્સાહીત છે કે એ ક્યારે માર્કેટમાં આવે. તો તેની રાહ જોવાને બદલે, મે માત્ર એક કાગળના ટુકડાથી મારા માટે એ બનાવ્યુ. તો મે એવુ કર્યુ કે તેમાથી કેમેરા કાઢીને બધા વેબ કેમેરાની અંદર માઈક્રોફોન હોય છે. મે એ માઈક્રોફોન કાઢી લીધુ. અને મે તેને ચોંટાડી દીધુ. જાણે માઈક્રોફોન માથી ટુકડો કાપ્યો હોય - અને તેને એક કાગળ પર લગાડી દીધો - કોઈ પણ સામાન્ય કાગળ. એટલે હવે કાગળને થતો સ્પર્શનો અવાજ મને કાગળને ક્યારે સ્પર્શ થાય તે કહે છે. પરંતુ કેમેરો ખરેખર મારી આંગળીઓની હિલચાલની નોંધ રાખે છે.
પ્રણવ મિસ્ત્રી : અહી ખુબ જ ઉત્સાહ અને જ્ઞાન છે. તમે અત્યારે જે કંઈ પણ જોયુ છે તે બધુ જ મે ભારતમાં શીખેલી બાબતોનુ પરીણામ છે. અને હવે તમે જો તેની કિંમત બાબતે વિચારો તો: આ સિસ્ટમ ૩૦૦ ડોલરમાં બને છે ૨૦૦૦૦ ડોલરના સરફેસ ટેબલની સરખામણીમાં. અને કદાચ ૨ ડોલરની માઉસ પ્રતિક્રિયા સિસ્ટમ તે સમયે ૫૦૦૦ ડોલરમાં મળતી હતી? એટલે મે એક પરિષદમાં ત્યારના રાષ્ટ્રપતી ડો. અબ્દુલ કલામ સાહેબને તે બતાવ્યુ, તેમણે કહ્યુ, "બરોબર.આપણે આને ભાભા એટોમીક રીસર્ચ સેન્ટરમાં કોઈ વપરાશમાં લેવુ જોઈએ." તો હુ એ બાબતે ઉત્સાહી છુ કે કંઈ રીતે હુ આ ટેકનોલોજીને વધારે લોકો સુધી પહોચાડી શકુ. તેને માત્ર પ્રયોગશાળામાં જ સિમિત રાખવાને બદલે.
(અભિવાદન)

No comments:

Post a Comment